Monday, October 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે માલધારી સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ....

    વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે માલધારી સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ….

    વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આજે એક અશાંતિ સર્જનારી ઘટના સામે આવી છે, જેમાં ખીજડીયા ગામે માલધારી સમાજના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થયા બાદ ભારે ધીંગાણું સર્જાયું હતું. જોતજોતામાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથો વચ્ચે સામસામી બઘડાટી બોલી ગઈ હતી….આ જૂથ અથડામણમાં બંને પક્ષે મારામારી થતા પાંચ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે મોરબી તથા રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!