Saturday, October 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર-રાતાવીરડા રોડ પરથી સ્કૂટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ એક ઈસમ...

    વાંકાનેરના સરતાનપર-રાતાવીરડા રોડ પરથી સ્કૂટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ એક ઈસમ ઝડપાયો….

    વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક શખ્સને પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી મોપેડ અને વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૨૩,૭૪૪ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના સરતાનપરથી રાતાવીરડા ગામ તરફ જતા રોડ પર આવેલ કવરટેક કારખાના સામેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ડેસ્ટીની મોપેડ સ્કુટર નં. GJ-13-BK-0686 ને અટકાવીને બાઈકની તલાશી લેતા ડેકીમાંથી રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કીની ૧૨ બોટલ (કિંમત રૂ. ૨૩૭૨/-) અને રોયલ સ્ટગ એક્સકિવઝિટ વ્હિસ્કીની ૨ બોટલ (જેની કિંમત રૂ. ૧૩૭૨/-) મળી આવતા પોલીસે બાઈક ચાલક આરોપી અજય ગંગારામ મેટાળીયા (મૂળ રહે. ગામ ચોકી, તા. લીંબડી અને હાલ રહે. ભાડાના મકાનમાં, મકનસર, તા.જિ. મોરબી)ની વિદેશી દારૂ અને વાહન સહિત કુલ રૂ. ૨૩,૭૪૪ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!