
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રાતાવીરડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડીને રોકડ રકમ જપ્ત કરી છે….


પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીના આધારે રાતાવીરડા ગામની સીમમાં આવેલા સિસ્કોન કારખાનાની પાછળના ભાગે દરોડો પાડી જાહેરમાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ૧). બીપીનકુમાર ભાણજીભાઇ દલસાણિયા (ઉ.વ. ૪૫, રહે. મોરબી).
૨). આનંદભાઈ મનસુખભાઇ બરાસરા (ઉ.વ. ૨૯, રહે. જાંબુડીયા), ૩). યોગેશભાઇ ઘનશ્યામભાઇ અધારા (ઉ.વ. ૩૮, રહે. મોરબી) અને ૪). રામનરેશ જગનસિંહ હરસાણા (ઉ.વ. ૩૪, રહે. જેતપરડા, મૂળ આગ્રા-યુ.પી.)ને રોકડ રકમ રૂ. ૨૭,૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



