વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી પસાર થતી મહાનદીમાં એક ગોઝારી ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે નદીમાં પોતાની રીક્ષા ધોવા ગયેલા વાંકાનેરના એક આધેડનું ઉંડા પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાં આવેલા ધમલપર ફાટક પાસે રહેતા ૫૮ વર્ષીય હરેશભાઈ છગનભાઈ રાઠોડ ગઈકાલે બપોરના અરસામાં ઢુવા ગામ પાસે આવેલી મહાનદીમાં પોતાની રીક્ષા ધોવા માટે ગયા હતા. દરમિયાન, નદીના કાંઠે રીક્ષા ધોતી વખતે અચાનક તેમનો પગ લપસી જતાં કે અન્ય કોઈ અગમ્ય કારણસર તેઓ નદીમાં પડી ગયા હતા…


નદીમાં પાણી ઉંડુ હોવાથી અને બચાવનો કોઈ મોકો ન મળતા તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ આસપાસના લોકોને થતાં કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મૃતદેહને પાણીમાંથી શોધખોળ હાથ ધરી બોડી બહાર કાઢવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



