Friday, October 9, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ખાનપરમાં ગામે હત્યા બનાવમાં નવો વળાંક : સામાપક્ષે 8 શખ્સો સામે...

    વાંકાનેરના ખાનપરમાં ગામે હત્યા બનાવમાં નવો વળાંક : સામાપક્ષે 8 શખ્સો સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર તાલુકાના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં દીકરી ભગાડી જવાના મુદ્દે થયેલી બબાલમાં એક વૃદ્ધની હત્યા નીપજાવવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા બાદ, હવે સામા પક્ષે પણ 8 શખ્સો સામે ઘરમાં ગેરકાયદેસર ઘૂસીને મારમારી કર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ખાનપર ગામે રહેતા દેવાભાઈ ઉકાભાઈ મકવાણાનો દીકરો કિશન ગામના જ સુરેશ સગરામભાઈ સરવૈયાની દીકરી હેતલને ભગાડી ગયો હતો. આ બાબતની અદાવત રાખીને છોકરી પક્ષના લોકો દીકરીની શોધખોળ કરવા અને રોષ ઠાલવવા રાત્રિના સમયે ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા, જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી અને માથામાં લાકડીનો ઘા વાગવાથી એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું….

    આ ઘટનામાં સામાપક્ષે ફરિયાદી દેવાભાઈ ઉકાભાઈ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧. સગરામભાઈ સામતભાઈ સરવૈયા, ૨. સુરેશ સગરામભાઈ સરવૈયા, ૩. હેમુ સગરામભાઈ સરવૈયા, ૪. ગોરધન પોપટ સરવૈયા, ૫. છગન પોપટ સરવૈયા, ૬. જેસા પ્રેમજીભાઈ સરવૈયા, ૭. મેઘા પ્રેમજીભાઈ સરવૈયા (તમામ રહે. ખાનપર) અને ૮. સગરામભાઈનો ભાણો રઘાભાઈ ડાભી (રહે. સરધારકા, તા. વાંકાનેર) વિરુદ્ધ વળતી ફરીયાદ નોંધાવી છે…

    ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉપરોક્ત તમામ આઠેય શખ્સોએ એકસંપ કરી, મંડળી રચીને રાત્રીના સમયે હાથમાં લાકડીઓ સાથે ફરીયાદી દેવાભાઈના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગાળાગાળી કરી હતી. આ દરમિયાન આરોપી ગોરધનભાઈએ ફરિયાદી દેવાભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા અને લાકડીથી માર માર્યો હતો, જ્યારે હેમુભાઈએ પગના ભાગે લાકડી ફટકારી હતી…

    આ ઉપરાંત ફરિયાદીના પુત્ર કિરણભાઈને પણ લાકડીથી માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં વિરમભાઇ મકવાણાને આરોપી રઘાભાઈ ડાભીએ માથામાં લાકડીનો ગંભીર ઘા ઝીંકી દીધો હતો. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓએ જતાં જતાં “જો ઘરની બહાર નીકળશો તો જાનથી મારી નાખીશું” તેવી ગંભીર ધમકી આપી હતી.

    આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે દેવાભાઈ મકવાણાની ફરિયાદના આધારે તમામ 8 આરોપીઓ સામે મારામારી, ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ, રાયોટિંગ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!