Sunday, October 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં અસામાજિક તત્વોનો આતંક : સ્મશાનમાં દારૂ પીવાની ના પાડતા વૃદ્ધને એસિડ...

    વાંકાનેરમાં અસામાજિક તત્વોનો આતંક : સ્મશાનમાં દારૂ પીવાની ના પાડતા વૃદ્ધને એસિડ પીવા મજબૂર કરાયાં, 6 ઈસમ સામે ગુનો નોંધાયો….

    વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અહીં સમાજના સ્મશાનમાં ગેરપ્રવૃત્તિઓ કરવા અને દારૂ પીવાની મનાઈ ફરમાવવા બદલ કેટલાક શખ્સોએ એક વૃદ્ધને એટલી હદે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો કે કંટાળીને તેમણે એસિડ પી મોત વ્હાલું કરી લીધું હતું. પોલીસે આ મામલે ૫ થી ૬ શખ્સો સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા આંબેડકરનગર શેરી નંબર-૪ માં રહેતા દેવજીભાઇ હરીભાઇ ચાવડા નામના વૃદ્ધને સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે દેવજીભાઈના ભાણેજ મહેશભાઇ અનીલભાઈ રાઠોડ (ઉ.વ. ૨૬, રહે. લાયન્સનગર, મોરબી) એ વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે…

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો દલો, અજીત મકવાણા, મનોજ માહાલીયા (તમામ રહે. વાંકાનેર) અને અન્ય બે-ત્રણ અજાણ્યા શખ્સો સમાજના સ્મશાનમાં બેસીને દારૂ પીતા હતા અને ગેરપ્રવૃત્તિઓ કરતા હતા. દેવજીભાઈએ તેમને પવિત્ર જગ્યાએ આવું ન કરવા ટોક્યા હતા અને મનાઈ કરી હતી.

    આ બાબતની અદાવત રાખીને આરોપીઓએ દેવજીભાઈ સાથે મારઝૂડ કરી હતી અને તેમને સતત માનસિક ત્રાસ આપ્યો હતો. આ ત્રાસથી કંટાળી જઈને દેવજીભાઈએ એસિડ ગટગટાવી મોત વ્હાલું કરી લીધું હતું. જોકે, આ આત્યંતિક પગલું ભરતાં પહેલાં દેવજીભાઈએ પોતાના મોબાઈલમાં એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયોમાં તેમણે પ્રકાશ ઉર્ફે પકા દલા, અજીત મકવાણા, મનોજ માહાલીયા અને અન્ય અજાણ્યા શખ્સોના નામ જોગ ઉલ્લેખ કરી, તેઓએ જ ત્રાસ આપી મરવા મજબૂર કર્યા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે.

    વિડીયો પુરાવા અને ભાણેજ મહેશભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે વાંકાનેર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!