
ઘી પીર કાસિમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચંદ્રપુર સ્થિત મોહંમદી લોકશાળા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વિદ્યાર્થીઓમાં ગાંધી મૂલ્યોનું સિંચન કરવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા પેઢી સુધી મહાત્મા ગાંધીજીના જીવન, તેમના ઉચ્ચ વિચારો, સત્ય, અહિંસા અને રાષ્ટ્રસેવાનો સંદેશો પહોંચાડવાના ઉમદા હેતુથી ‘મેરા યુવા ભારત – રાજકોટ’ ઉપક્રમે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી…


આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન અને તેમના આદર્શો અંગેના પોતાના મૌલિક વિચારો નિબંધ સ્વરૂપે કાગળ પર સુંદર રીતે રજૂ કર્યા હતા. સ્પર્ધાના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા…


આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, સ્વચ્છતા, સાદગી અને સ્વાવલંબનના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ સુદૃઢ બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t


