Tuesday, September 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પાંચદ્વારકા નજીક રસ્તો ઓળંગતી શાળાની બાળકીને સુપર કેરી વાહને હડફેટે...

    વાંકાનેર : પાંચદ્વારકા નજીક રસ્તો ઓળંગતી શાળાની બાળકીને સુપર કેરી વાહને હડફેટે લેતા સર્જાયો અકસ્માત….

    વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામ નજીક હાઇવે પર શાળાએથી છૂટીને રસ્તો ઓળંગી રહેલી એક બાળકીને સુપર કેરી વાહનના ચાલકે હડફેટે લેતા ઈજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માત અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વાહન ચાલક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકાથી પ્રતાપગઢ ગામ તરફ જવાના રસ્તે ઝૂંપડા બાંધીને રહેતા સવજીભાઈ નારૂભાઈ ઝખાણીયા (ઉ.વ. ૩૪) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૨૩ ના રોજ સાંજના સમયે તેમની પુત્રી સંજના શાળાએથી પરત ફરી રહી હતી. તે સમયે હાઈવે પર રસ્તો ઓળંગતી વખતે GJ-36-X-1957 નંબરના સુપર કેરી વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને તેમની પુત્રીને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાળકીને શરીરે ઈજાઓ પહોંચી હતી.
    આ બનાવ અંગે સવજીભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સુપર કેરી વાહનના ચાલક આરોપી જયંતીભાઈ ઉર્ફે કિરીટભાઈ ગોવિંદભાઇ ચાવડા (રહે. જૂની કલાવડી) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપી ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!