Friday, September 25, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પાડધરા ગામે જૂના અકસ્માત કેસના ખારમાં યુવાન અને તેના મિત્રો પર...

    વાંકાનેરના પાડધરા ગામે જૂના અકસ્માત કેસના ખારમાં યુવાન અને તેના મિત્રો પર સાત શખ્સોનો હુમલો….

    વાંકાનેર તાલુકાના પાડધરા ગામે જૂના અકસ્માત કેસમાં સમાધાન ન થવા દેતા હોવાનો ખાર રાખીને એક યુવાન અને તેના મિત્રો પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવાનને હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડવામાં આવી છે, જ્યારે તેને બચાવવા પડેલા મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આવેલી ઠાકર ટી સ્ટોલ પાસે કિશનભાઈ બાવળીયા તેમના મિત્રો સાથે બેઠા હતા. આ દરમિયાન જૂના અકસ્માત કેસમાં સમાધાન ન થવા દેવા બાબતે અગાઉથી જ મનમાં ખાર રાખીને બેઠેલા જેતપરડા ગામના જયેશ સરૈયા, હીરાભાઈ, માંડણભાઈ, મનિષભાઈ અને લાલભાઈ એક સ્કોર્પિયો કારમાં અન્ય બે અજાણ્યા શખ્સો સાથે ધસી આવી ગાળો ભાંડી લાકડીઓ વડે કિશનભાઈ પર હુમલો કરી દીધો હતો.

    આ દરમિયાન કિશનભાઈને વધુ માર ખાતા બચાવવા માટે વચ્ચે પડેલા તેમના મિત્ર સનાભાઈ અને રાયધનભાઈને પણ હુમલાખોરોએ નિશાન બનાવી ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં કિશનભાઈને જમણા હાથના ભાગે ફ્રેક્ચર તથા શરીરના અન્ય ભાગોમાં મુંઢ ઈજાઓ પહોંચી હતી.

    ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર કિશનભાઈ બાવળીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાંચ ઓળખીતા અને સ્કોર્પિયોમાં આવેલા બે અજાણ્યા શખ્સો એમ કુલ ૭ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!