Tuesday, September 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના માટેલ રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પરપ્રાંતીય શ્રમિકનો આપઘાત....

    વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પરપ્રાંતીય શ્રમિકનો આપઘાત….

    વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના એક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી પોલીસે આ મામલે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી પોર્ટોસર સિરામિક ફેક્ટરીમાં રહીને મજૂરીકામ કરતા જીતેન્દ્રસિંહ દેવીસિંહ (ઉ.વ. ૩૨, મૂળ રહે. સાગર જિલ્લો, મધ્યપ્રદેશ) નામના પરપ્રાંતીય યુવાને ગઈકાલે સવારના સમયે પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!