
વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા એક આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી લેતા, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ હરિભાઈ ચાવડા (ઉ.વ. ૫૨) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરે એસિડ ગટગટાવી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




