Tuesday, September 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : રાતીદેવળીમાં પૈસાની ઉઘરાણી મામલે બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો,...

    વાંકાનેર : રાતીદેવળીમાં પૈસાની ઉઘરાણી મામલે બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો, ૪ શખ્સો સામે ફરીયાદ….

    વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા, બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવકે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ૪ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા ફરિયાદી પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (ઉ.વ. ૩૫)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧. બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઈ વોરા, ૨. અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ૩. ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને ૪. વિજયભાઈ પરસોતમભાઈ વોરા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પાસે આરોપી બાવજીભાઈએ અગાઉના બાકી પૈસાની ઉઘરાણી કરતા

    પ્રકાશભાઈએ હાલમાં પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવતા ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ ફરીયાદી પ્રકાશભાઈ અને તેમના ભાઈ દલીપભાઈને બેફામ ગાળો ભાંડી લાકડીઓ વડે હુમલો કરી માર મારી શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી, જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!