વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના રસાલા રોડ પરથી વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના રસાલા રોડ પર હરમા દુકાન સામે જુગારનો દરોડો પાડી આરોપી જુનેદ યાકુબભાઇ ભટ્ટી (ઉ.વ-૩૨, રહે.નવાપરા મારૂતી સુઝુકી શો રૂમની બાજુમા વાંકાનેર)ને જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા વર્લી સાહીત્ય, રોકડ રકમ અને એક એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૪૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65


