વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે બીમાર વૃદ્ધાની ખબર કાઢવા આવેલી એક અજાણી મહિલાએ પીઠમાં ખંજવાળ આવતી હોવાનું અજબ બહાનું કાઢીને ઘરમાંથી રૂ. ૬૩,૦૦૦ ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે…


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા ફરીયાદી શોભનાબેન ભરતભાઈ સરાવાડીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના સંબંધી મનિષાબેન સાથે એક અજાણી મહિલા તેમના બીમાર સાસુની ખબર પૂછવા માટે ઘરે આવી હતી. વાતચીત દરમિયાન આ અજાણી મહિલાએ પોતાની પીઠમાં ખંજવાળ આવતી હોવાનું અને પાવડર લગાવવો છે તેવું બહાનું કાઢી કપડાં બદલવાની વાત કરી ફરિયાદીના રૂમમાં ગઈ હતી અને દરવાજો બંધ કરી દીધો હતો.

રૂમમાં એકલા હોવાનો ફાયદો ઉઠાવી આ મહિલાએ તિજોરી ખોલીને બે જોડી સોનાની બુટ્ટી કથા ચાંદીના જાડા સાંકળા સહીત કુલ રૂ. ૬૩,૦૦૦ની કિંમતના દાગીનાની ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ ઘરના સભ્યોની નજર ચૂકવીને ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. આ બનાવ અંગે શોભનાબેન સરાવાડીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



