Wednesday, September 2, 2026
More
    Homeમુખ્ય સમાચારછ જીલ્લામાંથી તડીપારના હુકમનો ભંગ કરનાર મહિલાને ઢુવા ચોકડી નજીકથી ઝડપાઈ....

    છ જીલ્લામાંથી તડીપારના હુકમનો ભંગ કરનાર મહિલાને ઢુવા ચોકડી નજીકથી ઝડપાઈ….

    મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે હદપારી (તડીપાર) ના હુકમનો ભંગ કરીને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર એક મહિલા આરોપીને વાંકાનેર પાસેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા અગાઉ એક મહિલા વિરુદ્ધ હદપારીનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આરોપી માનુબેન રાયસિંગભાઈ વાઘેલા (ઉંમર ૩૦, રહે. ઢુવા ગામની સીમ, ભવાની કાંટા પાસે, તા. વાંકાનેર, મૂળ રહે. રૈયાધાર, રાજકોટ) ને ગુનાહિત પ્રવૃત્તિઓના પગલે કુલ ૬ માસ માટે મોરબી, સુરેન્દ્રનગર,રાજકોટ (શહેર અને રૂરલ), જામનગર, કચ્છ-ભુજ, દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી તડીપારનો હુકમ કર્યો હોય તેમ છતાં,

    કાયદાની ઐસીતૈસી કરીને આ મહિલા આરોપીએ મેજિસ્ટ્રેટના હુકમની અવગણના કરી હતી. મોરબી SOG સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે આ મહિલા વાંકાનેરના ઢુવા ચોકડી ખાતે આવેલી સસ્તા બજારની દુકાન સામેથી મળી આવી હતી. હદપારીના કાયદાનો સીધો ભંગ થતો હોવાથી મોરબી SOG સ્ટાફે તાત્કાલિક મહિલાની અટકાયત કરીને આગળની કાનૂની તજવીજ હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!