Wednesday, September 2, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મેઈન બજારમાં આવેલ ખુશાલ જ્વેલર્સમાંથી ચોરી, બે મહિલાઓ રૂ. 1.85 લાખના...

    વાંકાનેરની મેઈન બજારમાં આવેલ ખુશાલ જ્વેલર્સમાંથી ચોરી, બે મહિલાઓ રૂ. 1.85 લાખના સોનાના દાગીના લઈ છનન….

    વાંકાનેર શહેરની મેઈન બજાર વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં સોના-ચાંદીના દાગીનાની દુકાનને નિશાન બનાવી બે અજાણી મહિલાઓ વેપારીની નજર ચૂકવીને રૂ. 1,85,000 ની કિંમતની સોનાની બાલી (નથડી) ચોરીને ફરાર થઈ ગઈ છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલ ખુશાલ જ્વેલર્સના માલિક અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (ઉ.વ.૨૨, મૂળ રહે. સરોડી, થાનગઢ)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી બે અજાણી મહિલાઓએ દાગીના જોવાનું બહાનું કાઢી ચાલાકીથી અરવિંદભાઈની નજર ચૂકવીને આશરે ૬૫ નંગ સોનાની બાલી (નથડી) વજન અંદાજિત ૧૪ ગ્રામ (કિંમત રૂ. ૧,૮૫,૦૦૦) ની ચોરી કરી ત્યાંથી નાસી છૂટી હતી.

    આ બનાવ અંગે ફરિયાદી અરવિંદભાઈ કુમખાણીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી, આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસીને બંને મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!