વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દેશી દારૂના દુષણ સામે કડક કાર્યવાહી કરતા કોઠી ગામની બીલયા સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક શખ્સની અટકાયત કરી રૂ. ૪૧,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ભઠ્ઠીનો મુખ્ય સંચાલક ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે…


પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોય દરમિયાન કોઠી ગામની બીલયા સીમમાં ઓકળા પાસે આવેલી બાવળની ઝાડીઓમાં શંકાસ્પદ ગતિવિધિ જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સ્થળેથી પોલીસને ચાલુ હાલતમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળેથી ૫૫ લિટર તૈયાર દેશી દારૂ, ૨૦ લિટર ગરમ આથો અને ૪૦૦ લિટર ઠંડો આથો,ભઠ્ઠીના સાધનો તથા દારૂની હેરાફેરી માટે વપરાતું રૂ. ૧૫,૦૦૦ની કિંમતનું એક્ટિવા મોટરસાયકલ અને એક મોબાઇલ સહિત

કુલ રૂ. ૪૧,૭૫૦ના મુદ્દામાલ સાથે ભઠ્ઠી પર મજૂરી કામ કરતા આરોપી કિરણ ભાઈલાલ પરમાર (રહે. સતર, તા. ટંકારા) ને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ દારૂની ભઠ્ઠી રાજકોટના વેલનાથપરામાં રહેતા મનોજ મોહન સોલંકી ની છે અને તે જ તેનો મુખ્ય સંચાલક છે. આથી, પોલીસે મનોજ સોલંકીને વોન્ટેડ જાહેર કરી, બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


