વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી થયા બાદ ૬ શખ્સોએ એક યુવાન અને તેના પિતા પર લાકડીઓ વડે હુમલો કરી માર મારી ઈજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સરતાનપર ગામની સીમમાં આવેલ મોટો સલીમ સિરામિકમાં રહીને કામ કરતા અભિષેક હુકમસિંગ રાજપૂત (ઉ.વ.૨૨) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). વિજય રઘુભાઇ ગોરાલીયા (રહે. ભીમગુડા), ર). મુકેશ સુરેશ મગવાનીયા, ૩). વિષ્ણુ જુગા મગવાનીયા, ૪). સુરેશ વરસીંગ મગવાનીયા. પ). મનહર સુરેશ મગવાનીયા, ૬). જુગા વરસીંગ મગવાનીયા (રહે. રાતાવીરડા) સામે ફરીયાદ નોંધાઈ છે કે, સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે આરોપીઓ સાથે ફરિયાદીને બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા આરોપી વિજય, મુકેશ અને વિષ્ણુએ અભિષેકને ડાબી આંખ ઉપર અને કપાળના ભાગે, તેમજ વચ્ચે પડેલા તેના પિતા હુકમસિંગને માથાના ભાગે લાકડીઓ ફટકારીને ઈજાઓ કરી હતી.

જે બાદ આરોપીઓએ અન્ય ઈસમોને ફોન કરીને બોલાી તમામે ભેગા મળીને પિતા-પુત્રને ગાળો આપી, લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી આ મામલે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



