વાંકાનેરની એચ. એન. દોશી આર્ટસ એન્ડ આર. એન. દોશી કોમર્સ કોલેજ ખાતે ૧૭ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૦ કિલોમીટર આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસ (ભાઈઓ/બહેનો)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ રાજગુરુ નાગાબાવાના મંદિરથી શરૂ થઈને સ્વયંભૂ જડેશ્વર દાદાના મંદિર સુધી યોજાઈ હતી.

આ રેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના કુલ ૧૨૫ ખેલાડીઓએ (૧૮ ટીમોના ૬૨ ભાઈઓ અને ૧૭ ટીમોની ૬૩ બહેનો) ભાગ લીધો હતો. જેમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, આચાર્ય ડૉ. વાય. એમ. ચુડાસમા, જડેશ્વર મંદિરના મહંત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓબ્ઝર્વર ડૉ. સંદીપભાઈ વાળા સહિતના આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ સ્પર્ધામાં વ્યક્તિગત શ્રેણીમાં પ્રથમ સાપરા અમિત (જે. જે. કુંડલીયા કોલેજ, રાજકોટ), દ્વિતીય પરાલિયા બુધાભાઈ એ. (સખીદા આર્ટસ કોલેજ, લીંબડી) અને તૃતીય સોલંકી રોહિત ટી. (સરકારી આર્ટ્સ કોલેજ, જામનગર) તથા ટીમ શ્રેણીમાં સરકારી કોલેજ, જાફરાબાદ (રનર્સ અપ: એસ.એસ.પી. જૈન કોલેજ, ધાંગધ્રા)

તથા બહેનોનો વિભાગમાં વ્યક્તિગત શ્રેણીમાં પ્રથમ: કટેશીયા અસ્મિતા (ઝવેરચંદ મેઘાણી કોલેજ, ચોટીલા), દ્વિતીય: ઓળકિયા માનસી (એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ) અને તૃતીય: બાવળીયા ટિશા (એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ) અને મહીલા ટીમ શ્રેણીમાં એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ (રનર્સ અપ: એસ.એસ.પી. જૈન કોલેજ, ધાંગધ્રા) વિજેતા બની હતી. અંતમાં, વિજેતા ખેલાડીઓ અને ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



