મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોરબીની રવિરાજ ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ઈસમને અટકાવીને સઘન પૂછપરછ કરતા, વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રૂ. ૫૦ હજારની કિંમતના ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન રવિરાજ ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી સઘન પૂછપરછ કરતાં આરોપી સંતોષકારક જવાબ ન આપતા અને ગલ્લાતલ્લા કરતા, પોલીસે તાત્કાલિક ‘પોકેટ કોપ એપ’ મારફતે વિગતો ચકાસતા આ બાઈક વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનું સામે આવ્યું હતું…

આ બનાવમાં ઝડપાયેલ શખ્સની ઓળખ અસગર રમઝાનભાઈ મોવર (રહે. કાજરડા, તા. માળીયા) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં એ હકીકત પણ સામે આવી છે કે પકડાયેલો આરોપી કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ એક રીઢો ગુનેગાર છે. આરોપી અસગર મોવર વિરુદ્ધ અગાઉ મોરબી શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ૧૩ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેથી મોરબી ક્રાઈમ બ્રાન્ચે આરોપી અસગર મોવરની અટકાયત કરી તેની પાસેથી રૂ. ૫૦,૦૦૦ ની કિંમતનું ચોરાઉ બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




