વાંકાનેર સીટી પોલીસે હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી સ્થળ પરથી રોકડ રકમ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમના પેટ્રોલિંગમાં દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે હસનપર ગામે શક્તિપરામાં આવેલા કાર્તિક સ્વામી મંદિર સામે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧. આડપેરમાલ કરુણનિધિ મદ્રાસી, ૨. આદીમૂલમ પરણીભાઈ મદ્રાસી અને ૩. નારાયણ કરુણાનિધિ મદ્રાસી (રહે. ત્રણેય શક્તિપરા, વાંકાનેર)ને કુલ રૂ. ૨,૫૩૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…




