વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂની હેરાફેરી કરતી એક બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી ૨૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે નાસી છૂટેલા અન્ય આરોપીઓ સામે પણ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગારીયા ગામના બોર્ડ પાસે દેશી દારૂ ભરેલી બોલેરો પસાર થવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી બોલેરો પીકઅપ નં. GJ-13-AW-2043 પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ગાડીની સ્પીડ વધારી જોધપર ગામ તરફ ભગાડી મૂકી હતી. જેથી પોલીસે પીછો કરતાં આરોપીઓ જોધપર ગામના સર્વિસ રોડ પર બોલેરો મૂકીને ગામ તરફ નાસવા લાગતા પોલીસે પીછો કરીને બોલેરો ચાલકને સ્થળ પર જ દબોચી લીધો હતો, જ્યારે તેની સાથેનો અન્ય એક ઈસમ ગલી-ખાંચાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો…


પોલીસે આ કાર્યવાહી દરમ્યાન બોલેરો વાહનમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ કથા બોલેરો સહિત કુલ રૂ. ૩,૪૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વાહન ચાલક આરોપી સાગરભાઈ હેંમતભાઈ ડાભી (ઉંમર: ૧૯ વર્ષ, રહે. નાળીયેરી, તા. ચોટીલા)ની અટકાયત કરી હતી, જ્યારે નાસી ગયેલ આરોપી કાર્તીકભાઈ ભલાભાઈ વાઘેલા (રહે. આણંદપર, તા. થાન, જી. સુરેન્દ્રનગર), દારૂનો જથ્થો ભરી આપનાર કિશનભાઈ સવજીભાઈ સરવૈયા (રહે. શેખરડી, તા. વાંકાનેર) તથા દારૂનો જથ્થો ખરીદનાર કિશનભાઈ સવજીભાઈ સરવૈયા (રહે. શેખરડી, તા. વાંકાનેર) ની સંડોવણી ખુલતાપોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




