
વાંકાનેર નેશનલ હાઈવે પર અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં હાઈવે પર બંધ પડેલી મોટરસાયકલને બાંધવા માટે સાઈડમાં રોકાયેલા બે બાઈકને પૂરઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી સર્જાયેલ અકસ્માતમાં ૩ લોકોને નાના-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (ઉં.વ. ૩૩) અને માવજીભાઈ બંને પોતાનું બાઈક (GJ 36 E 3557) લઈને વાંકાનેર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનું બાઈક બંધ પડી ગયું હતું.

આ સમયે મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુખદેવભાઈ પાટડીયા પોતાનું બાઈક લઈને ત્યાંથી નીકળ્યા હતા. બંધ પડેલું બાઈક જોઈને તેમણે મદદ કરવા માટે પોતાનું બાઈક ધીમું પાડ્યું હતું અને સંજયભાઈનું બાઈક પાછળ બાંધવા માટે તૈયારી દર્શાવી હતી. બંને મોટરસાયકલ ચાલકો રોડની સાઈડમાં બાઈક ઊભા રાખવા જતા હતા, તે જ સમયે પૂરઝડપે આવી રહેલી ટ્રક નં. GJ 15 AV 5108ના ચાલકે બેદરકારીપૂર્વક ચલાવી બંને બાઈકને જોરદાર ઠોકર મારી હતી.

ટ્રકની અડફેટે આવતા બંને બાઈક પર સવાર ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં માવજીભાઈને માથાના તથા પગના ભાગે, સુખદેવભાઈ પાટડીયાને માથાના ભાગે તથા સંજયભાઈ સોલંકીને સામાન્ય ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સંજયભાઈ સોલંકીએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


