
વાંકાનેર શહેરના દિગ્વિજયનગર પેડક સોસાયટી વિસ્તારમાં તસ્કરોએ હાથફેરો માર્યો છે. જેમાં ઘર પાસે પાર્ક કરેલી એક ડૉક્ટરની રૂપિયા ૩ લાખની કિંમતની ઇકો કાર અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધાયો છે…

બનાવ અંગે મળતી માહિતી મુજબ, વાંકાનેરના શહેરની દિગ્વિજયનગર પેડક સોસાયટી (જસદણ સિરામિક બાજુની શેરી)માં રહેતા ડૉ. મનસુખભાઈ પોપટભાઈ બોચિયા (ઉં.વ. ૫૦) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તા. ૨૫ થી ૨૬ જુલાઈ દરમિયાન ફરિયાદી ડૉક્ટરે પોતાની ઇકો કાર નંબર GJ 36 L 1975 (કિંમત રૂ. ૩,૦૦૦,૦૦૦) રોજિંદા ક્રમ મુજબ ઘર પાસે પાર્ક કરી હોય જેની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાસી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





