Monday, July 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરનું ગૌરવ : નગરપાલિકા શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજાના પુત્ર દિપરાજસિંહ સમગ્ર...

    વાંકાનેરનું ગૌરવ : નગરપાલિકા શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજાના પુત્ર દિપરાજસિંહ સમગ્ર ગુજરાતમાં 42મા ક્રમે PSI બન્યા….

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની પરીક્ષામાં વાંકાનેરના યુવાને સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. જેમાં વાંકાનેર નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને ટાઉન પ્લાનિંગ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધમભા)ના પુત્ર દિપરાજસિંહ જાડેજાએ PSIની પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવી છે.

    દિપરાજસિંહ જાડેજા હાલમાં ઉદ્યોગ ભવન-ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. સરકારી સેવામાં કાર્યરત હોવાની સાથે જ તેમણે કઠિન પરિશ્રમ અને સમર્પણ થકી પોલીસ ભરતીની તૈયારીઓ ચાલુ રાખી પીએસઆઇમાંસમગ્ર ગુજરાતમાં 42મો ક્રમ મેળવીને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

    તેમની આ અભૂતપૂર્વ સિદ્ધિ અને સફળતા બદલ પરિવારજનો, મિત્રવર્તુળ, રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા તેમના પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!