
આગામી પવિત્ર તહેવાર અષાઢી બીજ નિમિત્તે નીકળનારી પરંપરાગત રથયાત્રા વાંકાનેર શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકોમાં સુરક્ષાનો ભાવ સુદ્રઢ થાય તે હેતુથી પોલીસ દ્વારા શહેરમાં સાંજે વિશ્વાસ યાત્રા (ફ્લેગ માર્ચ) અને બપોરેશાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું…


આ સમગ્ર આયોજન ડીવાયએસપી સમીર સારડાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે તમામ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. રથયાત્રાના નિર્ધારિત રૂટ, ટ્રાફિક નિયમન અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી…

તહેવાર નિમિત્તે શહેરના વિવિધ સમુદાયોના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ (પીસ કમિટી)ની બેઠક યોજાઈ હતી, જેમાં પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે અને સામાન્ય જનતા નિર્ભયતાથી તહેવાર ઉજવી શકે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ૧૫૦થી વધારે પોલીસ જવાનોના કાફલા સાથે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર ‘ફ્લેગ માર્ચ’ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


