Tuesday, July 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : વાસણ ધોવા બાબતે નાની બહેન સાથે ઝઘડો થતાં ૧૭ વર્ષની...

    વાંકાનેર : વાસણ ધોવા બાબતે નાની બહેન સાથે ઝઘડો થતાં ૧૭ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. જેમાં વાસણ ધોવા જેવી નજીવી બાબતમાં બહેનો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મનમાં માઠું લાગી આવતા એક ૧૭ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં આવેલા ‘કોલીટી મીનરલ્સ’ નામના કારખાનાની મજૂર ઓરડીમાં રહેતી શિવાની સમરીયા નીનામા (ઉંમર વર્ષ ૧૭) ને તેની નાની બહેન બીના સાથે વાસણ ધોવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હોય, જે વાતનુ માઠું લાગી આવતા આવેશમાં આવીને સગીરાએ ઓરડીમાં પોતાના ડ્રેસના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!