
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજરોજ આગામી અઢી વર્ષ માટે ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વર્તમાન શાસક પીરઝાદા પેનલ (કોંગ્રેસ) તરફથી ઉમેદવારી નોંધાવનાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) સતત બીજી વખત બિનહરીફ વિજેતા જાહેર થતાં યાર્ડ પર કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કુલ ૧૮ સભ્યોમાંથી આજની ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના ૧૦ સભ્યો તથા બે સરકારી સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે ભાજપના ૫ સભ્યો ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહી ગેરહાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રપુર ગ્રામ પંચાયત વતી નિયુક્ત થયેલા એક સભ્યનું અગાઉ અવસાન થયું છે. સ્પષ્ટ બહુમતી અને કોંગ્રેસના સભ્યોની એકતાના આધારે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી…

આ ચૂંટણી પ્રક્રિયા કચ્છ-ભુજ જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી મેઘાબેન અગ્રવાલ તથા સિનિયર ક્લાર્ક સિદ્ધરાજસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
નવા ચેરમેનની વરણીના પ્રસંગે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા તેમ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, સંઘ પ્રમુખ, પ્રોસેસિંગ પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહીને નવનિયુક્ત ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



