વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજખોરોના ત્રાસથી પીડાતા સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી છે, જેમાં વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા વ્યક્તિઓ પાસેથી વ્યાજખોરો દ્વારા પડાવી લેવામાં આવેલા લાખો રૂપિયાના સોનાના ઘરેણાં, એક સ્વિફ્ટ કાર અને સ્પ્લેન્ડર બાઈક પોલીસે રિકવર કરીને આજે તેના મૂળ માલિક એના ફરિયાદીને પરત સોંપ્યા છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ ૩૧/૦૫ના રોજ રાતાવીરડા ગામના રહેવાસી પ્રવીણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય, જેના આધારે પોલીસે ત્વરિત એક્શન લઈને ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી….

પોલીસની સઘન તપાસ દરમિયાન આરોપી બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા (રહે. લાકડધાર) દ્વારા ફરિયાદી પાસેથી વ્યાજ પેટે સ્પ્લેન્ડર બાઈક પડાવી લીધું હોય, તેમજ સહ-આરોપી હિતેશભાઈ મગનભાઈ કકાસણીયા (રહે. રવાપર રોડ, મોરબી) દ્વારા સાહેદ ભનુભાઈ પાસેથી વ્યાજ પેટે સ્વિફ્ટ કાર (રજી. નં. GJ-36-AJ-6096) પડાવી લીધી હોય ઉપરાંત, આરોપીઓએ ફરિયાદી અને બંને સાહેદો પાસેથી કુલ ૮૯.૯૩ ગ્રામ સોનાના ઘરેણાં વ્યાજ પેટે પડાવી લીધા હતા,
જે તમામ મુદ્દામાલની કિંમત આશરે રૂ. ૧૦,૪૯,૪૪૦ થતી હોય, આ તમામ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરી આજરોજ ડીવાયએસપી એસ. એચ. સારડાના હસ્તે ફરિયાદી અને સાહેદોને બોલાવી તમામ સોનાના ઘરેણાં તથા વાહનો તેમને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રની સાર્થક કરી બતાવ્યું હતું….

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીઆઇ બી. વી. પટેલ, પીએસઆઇ ડી. વી. ખાંભલા, એ.એસ.આઇ ગીરીશભાઇ પરમાર, કો. ધર્મરાજભાઇ ગઢવી સહિતનો સ્ટાફ રોકાયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



