
વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામેથી ભાઈઓ વચ્ચે શેઢાના પથ્થર હટાવવા જેવી સામાન્ય બાબતમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે, જે અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે…


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના નવી કલાવડી ગામે રહેતા ફરિયાદી સાજીભાઇ હૈયાતભાઇ ઇબ્રાહીમ શેરસીયા (ઉ.વ. ૬૩)એ વાંકાનેર તાલુકા પોલીસમાં તેના સગાભાઈ આરોપી ૧). હુશેનભાઇ હૈયાતભાઇ શેરસીયા, ૨). હલુબેન હુશેનભાઇ (ભાભી) અને ૩). રેનીશ હુશેનભાઇ (ભત્રીજા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી સાજીભાઇ અને આરોપી હુશેનભાઇ સગા ભાઇઓ હોય અને બંનેની વાડી એકબીજાના શેઢે આવેલી હોય,

જેમાં ફરિયાદીની વાડીના શેઢા પાસે પડેલા પથ્થર લઈ લેવા આરોપીએ કહેતાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, “મારો દીકરો આવશે એટલે અહીંથી પથ્થર લઈ લેશે.” જે વાત આરોપીઓને ન ગમતા ઉશ્કેરાયેલા ત્રણેય આરોપીઓએ ફરિયાદી પર પથ્થરોના છૂટા ઘા કરતા ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0


