Sunday, June 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : લગ્ન માટે યુવતી પસંદ ન હોવા છતાં નક્કી થતાં યુવાને...

    વાંકાનેર : લગ્ન માટે યુવતી પસંદ ન હોવા છતાં નક્કી થતાં યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરીમાં શ્રમિક યુવકના વતનમાં મરજી વિરુદ્ધ સગાઈ થઈ ગઈ હોવાથી અને ટૂંક સમયમાં જ લગ્ન થવાના હોવાના ટેન્શનમાં યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સુઝોરો સિરામિક ફેક્ટરીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહારના વતની અજિતકુમાર રામઅયોધ્યા મહંતો (ઉ.વ. ૨૧) નામના યુવાનની થોડા સમય પહેલાં જ તેના વતનમાં સગાઈ કરવામાં આવી હતી. જો કે, તેને આ છોકરી પસંદ નહોતી. જેને કારણે તે સતત ચિંતામાં રહેતો હતો. દરમિયાન આગામી દિવસોમાં જ તેના લગ્ન લેવાના હોવાથી ભારે માનસિક તણાવ (ટેન્શન)માં આવી લેબર ક્વાર્ટર્સમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!