Saturday, June 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતાવિરડા ગામે ભાભી જમવાનું લાવવાનું ભૂલી જતાં યુવતીએ કરી આત્મહત્યા....

    વાંકાનેરના રાતાવિરડા ગામે ભાભી જમવાનું લાવવાનું ભૂલી જતાં યુવતીએ કરી આત્મહત્યા….

    વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કલર ગ્રેનાઇટો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં માત્ર જમવા જેવી સામાન્ય બાબતે મનમાં ખોટું લાગી આવતા 21 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેરના રાતાવિરડા ગામની સીમમાં આવેલા કલરગ્રેનાઇટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતી સાનીયા મદનભાઇ સિંઘ (ઉંમર વર્ષ ૨૧) નામની યુવતી ફેક્ટરીમાં નાઇટ ડ્યુટી કરીને વહેલી સવારે લેબર ક્વાર્ટરના રૂમે પરત આવી હોય અને ભૂખ લાગી હતી. આ દરમિયાન તેની સાથે રહેતી તેની ભાભી સુનીબેન કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગઈ હતી. લાંબી ડ્યુટી બાદ ભૂખ તરસથી વ્યાકુળ સાનીયાને આ વાતનું મનમાં અત્યંત ખોટું લાગી જતાં ભાભી સાથે રિસાઈ ગઈ હતી.

    આ સામાન્ય રિસામણામાં આવેશમાં આવીને સાનીયાએ પોતાના રૂમની અંદર જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!