
વાંકાનેર તાલુકા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંગઠનમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ દ્વારા વાંકાનેર તાલુકા ભાજપના નવા પ્રમુખ તરીકે ભરતભાઈ દેગામાની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે…

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ચતુરભાઈ મકવાણાની સંગઠનાત્મક કામગીરીની નોંધ લઈને પાર્ટી દ્વારા તેમને પ્રમોશન આપી મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. તેમના આ પ્રમોશનના કારણે વાંકાનેર તાલુકા પ્રમુખની જગ્યા ખાલી પડી હતી.

આ ખાલી પડેલી જગ્યા પર પ્રદેશ ભાજપ નેતૃત્વ દ્વારા વિચાર-વિમર્શના અંતે યુવા અને સક્રિય ભાજપ કાર્યકર ભરતભાઈ દેગામા (એડવોકેટ) પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આગામી સમયમાં ભરતભાઈના નેતૃત્વમાં વાંકાનેર તાલુકામાં પાર્ટીનું સંગઠન વધુ મજબૂત અને સક્રિય બનશે તેવો આશાવાદ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે...
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




