
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં આજરોજ શુક્રવારે બપોરે અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ફેક્ટરીના ગ્રાઉન્ડમાં રાખેલા વેસ્ટ પેપરના મસમોટા જથ્થામાં આગે ગણતરીની મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આગની જ્વાળાઓ અને ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા…
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આસપાસના ફાયર સ્ટેશનોની મદદ લેવામાં આવી હતી, જેમાં હાલ મોરબી ફાયર વિભાગની ૪, હળવદની ૧ અને વાંકાનેરની ૧ એમ કુલ 6 ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાના પ્રયાસો કરી રહી હોવાની વિગતો મળી રહી છે…

પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે અત્યંત રાહતની વાત છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને આર્થિક નુકસાનીનો વાસ્તવિક અંદાજ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ જાણી શકાશે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




