
વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ હોલ માતાના મંદિરે દર્શન કરવા આવેલી રાજકોટની એક યુવાન પરિણીતાનું નજીકમાંથી પસાર થતી મચ્છુ નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે…
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રહેતા કિંજલબેન કેવલકુમાર નાદપરા (ઉંમર વર્ષ ૨૪) નામની પરણીતા પરિવાર સાથે વાંકાનેરના જાલસીકા ગામ નજીક આવેલા હોલ માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હોય, ત્યારે મંદિરે દર્શન કર્યા બાદ બાજુમાં આવેલી મચ્છુ નદીમાં ન્હાવા માટે જતાં યુવતી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી તેમનું કરૂણ મોત થયું હતું…

આ દુઃખદ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. યુવાન વયની પરિણીતાના આકસ્મિક અને કરુણ મોતથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0





