Sunday, June 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરમાં સામે જોઇ 'કાતરિયા મારવા' જેવી સામાન્ય બાબતમાં યુવાનો વચ્ચે ધમાલ...

    વાંકાનેર શહેરમાં સામે જોઇ ‘કાતરિયા મારવા’ જેવી સામાન્ય બાબતમાં યુવાનો વચ્ચે ધમાલ : ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર શહેરમાં એકબીજાની સામે જોવા (કાતરિયા મારવા) જેવી એકદમ સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલે બે જૂથો વચ્ચે સામસામી મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાયા બાદ, વિવાદ એટલો વકર્યો હતો કે હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ અન્ય એક યુવક પર કુહાડી અને છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે….

    આ ઘટનાની શરૂઆત વાંકાનેર શહેરના માર્કેટ ચોકમાં કનૈયા ચાની હોટલ પાસે થઈ હતી, જેમાં એકબીજા સામે ‘કાતરિયા મારવા’ બાબતમાં ફરિયાદી એજાજ ગુલાબભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) પર આરોપી ૧). વિશાલ ગાંડુભાઇ ડાભી, ૨). ભુરો અને ૩). મીલન રમેશભાઇ રાજગોરએ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

    આ જ બનાવમાં સામા પક્ષે ફરિયાદી વિશ્વદિપભાઇ ગાંડુભાઇ ડાભી (ઉ.વ.૨૭)એ વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં સામે જોઇ કાતરિયા મારવા બાબતે આરોપી એજાજને ઠપકો આપવા જતા ૧). એજાજ, ૨). મહમદ હુશેન લાખા, ૩). એજાજનો ભાઇ, ૪). નીખીલ ઉર્ફે કાબો, ૫). અકીલ, ૬). ઇકબાલ, ૭). આફતાબ લાખા અને ૮). અલફાઝ માણેકએ ગેરકાયદે મંડળી રચી, હથિયારો ધારણ કરી ફરિયાદી તથા સાહેદો પર હુમલો કરી માર માર્યો હતો…

    આ જ બનાવમાં ઉપરોક્ત ઝઘડાએ થોડા જ સમયમાં લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ભરવાડ જ્ઞાતિના યુવાનો સાથે થયેલા આ ઝઘડાની અદાવત રાખીને આરોપી એઝાજ ઉર્ફે દાદલી, તેનો ભાઈ, ઇકબાલ અને અન્ય ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે એક્સિસ બેન્કના ખૂણે ઊભા હતા. આ સમયે ત્યાંથી ફરિયાદી યશદીપભાઇ હિતેશભાઇ સોલંકી (ઉ.વ.૨૨) અને તેમનો મિત્ર મનિષ એક્ટિવા લઈને નીકળ્યા હોય, ત્યારે મનિષએ અગાઉ ઝઘડો કરનાર યુવાનોનો મિત્ર હોવાથી અને બંને યુવાનો અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં, આરોપીઓએ કુંભારપરા ચોક પાસે બંને યુવાનો પર કુહાડી તથા છરી જેવા તિક્ષણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવમાં પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!