વાંકાનેર-બામણબોર હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહિકા ગામથી આગળ ગારીડા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી એક અલ્ટો કારના ચાલકે આગળ જતા બાઈકને પાછળથી ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓથી કરુણ મોત નીપજ્યું હતું, અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના કોઠી ગામના રહેવાસી કેશવજીભાઈ બાંભણીયા પોતાનું બાઈક નંબર GJ – 02 – E – 8735 લઈને વાંકાનેર-બામણબોર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હોય દરમ્યાન ગારીડા ગામ નજીક પહોંચતા પાછળથી અત્યંત ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક અલ્ટો કાર નંબર GJ – 09 – AG – 8050ના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો…

આ અકસ્માતના બનાવમાં બાઈક સવાર કેશવજીભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને અલ્ટો કારનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો...
જેથી આ ઘટના અંગે મૃતક કેશવજીભાઈના પુત્ર સિંધાભાઈ કેશવજીભાઈ બાંભણીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરાર અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કારના નંબરના આધારે ફરાર આરોપી ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





