

વાંકાનેર : ફરિયાદી નરેશ પીતાંબરભાઈ સારેસાએ તેના મિત્ર જીજ્ઞેશ કાંતિલાલ વખારિયા (રહે. રાજકોટ)ને હાથ ઉછીના રૂ. ૨૦,૦૦૦ આપેલ હોય, જેની ચુકવણી પેટે જીજ્ઞેશ કાંતિલાલ વખારિયાએ નરેશભાઈને ચેક આપેલ હોય, જે ચેક રીટર્ન થતા ફરિયાદી નરેશ પીતાંબરભાઈ સારેસાએ વાંકાનેર કોર્ટમાં જીજ્ઞેશ કાંતિલાલ વખારિયા વિરુદ્ધ ચેક રિટર્ન ફરિયાદ કરતા,


આ કેસ નામદાર વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં જજ વી. એસ. ઠાકોર સમક્ષ ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ આદીલ એ. માથકીયાએ કરેલ ધારદાર દલીલો તથા કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કોર્ટે આરોપી જીજ્ઞેશ કાંતિલાલ વખારિયાને છ માસની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂ. ૨૦,૦૦૦ ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદી નરેશ પીતાંબરભાઈ સારેસા વતી વકીલ તરીકે આદીલ એ.માથકીયા અને પૂજા બી. વાઘેલા રોકાયેલ હતા…




