
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર કેરાળા ગામના પાટિયા પાસે બે દિવસ પુર્વે સરજાયેલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોય, જે બનાવ મામલે બેકાબૂ આઇસર ટેન્કરના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલાના મગરીખડા ગામના રહેવાસી મનસુખભાઈ મગનભાઈ અણીયારા પોતાનો ટ્રક GJ-03-BV-6172 લઈને વાંકાનેર તરફ આવી રહ્યા હોય, દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઇસર ટેન્કરના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી મનસુખભાઈના ટ્રકને પાછળથી ટક્કર માર્યા બાદ આઇસર ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની નીચે ઉતરી,

રોડની સાઈડમાં પડેલા અન્ય એક વાહન GJ-25-U-7578 સાથે ધડાકાભેર અથડાતાં આ અકસ્માતમાં આઇસર ટેન્કરમાં બેઠેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ઇજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ફરિયાદી મનસુખભાઈ અણીયારાની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આઇસર ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



