Thursday, June 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ...

    વાંકાનેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઈ….

    વાંકાનેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા ગઇકાલ બુધવારે સાયકલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશ સાથે શહેરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ સાયકલના પેડલ મારીને સમાજને સ્વસ્થ જીવનનો અને પર્યાવરણ જાગૃતિનો સકારાત્મક સંદેશો આપ્યો હતો…

    આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલને એક સરળ, પર્યાવરણમિત્ર અને આરોગ્યપ્રદ વાહન તરીકે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે સાયકલના ફાયદાઓ વર્ણવતા જણાવવામાં આવ્યું હતું કે, સાયકલ ચલાવવાથી વ્યક્તિનું શારીરિક આરોગ્ય મજબૂત બને છે. હૃદય અને ફેફસાંની તંદુરસ્તી વધે છે તથા માનસિક તાજગી મળે છે. સાયકલ એક પર્યાવરણમિત્ર વાહન છે,

    જે પ્રદૂષણ ઘટાડવાની સાથે ઇંધણની બચત કરે છે. શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ થાય છે. આ અભિયાન થકી સમાજમાં એકતા, જવાબદારી અને સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લેવાયો હતો, જેથી આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરી શકાય….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!