Saturday, May 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક હાઇવે પર પૂરઝડપે આવતા સ્વિફ્ટ કાર ચાલકે ડબલ સવારી...

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર પૂરઝડપે આવતા સ્વિફ્ટ કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા સર્જાયો અકસ્માત…

    રાત્રીના ચંદ્રપુર ખાતેથી ગોલા ખાઇ પરત ફરતા બે યુવાનોને નડ્યો અકસ્માત, કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો….

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર નવાપરા પાસે રાત્રીના સમયે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબી તરફથી પૂરપાટ ઝડપે આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….

    બાબતે.પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં બુરાક ડેરીની સામેની શેરી, સ્ટેશન રોડ પર રહેતા ફરિયાદી અમીતભાઇ પુનમભાઇ પરમાર (ઉ.વ. ૩૦) રાત્રીના તેમના મિત્ર અનીલ કાનજીભાઈ ભરવાડ (રહે. હસનપર) સાથે બાઇક પર ડબલ સવારીમાં ચંદ્રપુર ગામે ગોલા ખાવા માટે ગયા હોય, જ્યાંથી પરત ફરતી વેળાએ વાંકાનેર-મોરબી હાઇવે પર નવાપરા પાસેના રોડની કટ નજીક પહોંચતા,

    મોરબી તરફથી પૂરઝડપે આવતી સ્વિફ્ટ કાર નંબર GJ 36 F 3838ના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમીતભાઇ પરમાર અને તેમના મિત્ર અનીલ ભરવાડ બંને રસ્તા પર પટકાતાં શરીરે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હાલ આ બનાવમાં ઇજાગ્રસ્ત ફરિયાદી અમીતભાઇ પરમારે વાંકાનેર સીટી પોલીસમાં સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!