વાંકાનેર શહેરના આંબેડકરનગરમાં સામાન્ય બાબત અને અગાઉની બોલાચાલીની અદાવતમાં પાડોશીઓ વચ્ચે મોટો ઝઘડો સર્જાયાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બંને પક્ષો દ્વારા લાકડી, ધોકા અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને પક્ષે 5-5 વ્યક્તિઓ મળી કુલ 10 લોકો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે….


પ્રથમ ફરિયાદ : પાડોશમાં રહેવા આવવા બાબતે હુમલો…
પ્રથમ બનાવમાં ફરિયાદી ભરતભાઇ મગનભાઇ બોસીયા (ઉ.વ.૩૭) દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં તેમના પાડોશમાં રહેતા આરોપી ૧). મનિષ મુળજીભાઇ બોસીયા, ૨). હિતેશ મુળજીભાઇ બોસીયા, ૩). ગીતાબેન મનીષભાઇ બોસીયા, ૪). ક્રિષ્નાબેન મનીષભાઇ બોસીયા અને ૫). પુરીબેન મુળજીભાઇ બોસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી થોડા સમય પહેલા જ રાજકોટથી વાંકાનેરના આંબેડકરનગરમાં આરોપીઓના ઘર પાસે રહેવા આવ્યા હોય, જે આરોપીઓને પસંદ ન આવતા તેમણે એકસંપ કરીને ફરિયાદી પર લાકડી, ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી હતી..


સામી (ક્રોસ) ફરિયાદ : અગાઉની બોલાચાલીની અદાવત….
આ જ બનાવમાં સામા પક્ષે ફરિયાદી ગીતાબેન મનીશભાઇ બોસીયાએ આરોપી ૧). ભરતભાઇ મગનભાઇ બોસીયા, ૨). રાધાબેન ભરતભાઇ બોસીયા, ૩). નીલેશ મગનભાઇ બોસીયા, ૪). મીનાબેન નીલેશભાઇ બોસીયા અને ૫). જબુબેન મગનભાઇ બોસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગીતાબેનના દિયર હિતેષભાઇને આરોપીઓ સાથે થોડા દિવસ પહેલા બોલાચાલી થયેલ હોય, જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી ગીતાબેન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો…

હાલ આ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની રજૂઆતના આધારે રાયોટીંગ અને હુમલાની કલમો હેઠળ સામસામી ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



