Tuesday, May 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સીટી પોલીસ મથકના NDPS ગુનામાં નાસતો ફરતો આરોપી પોલીસની ગિરફ્તમાં....

    વાંકાનેર સીટી પોલીસ મથકના NDPS ગુનામાં નાસતો ફરતો આરોપી પોલીસની ગિરફ્તમાં….

    મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ અંતર્ગત મોરબી એસ.ઓ.જી. ટીમને સફળતા મળી છે, જેમાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ (માદક પદાર્થ)ના ગંભીર ગુનામાં પકડવાના બાકી આરોપીને એસ.ઓ.જી. ટીમે ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબીથી ઝડપી પાડ્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમનો સ્ટાફ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સક્રિય હોય, જેમાં સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી વોન્ટેડ આરોપી મોરબી વિસ્તારમાં હાજર છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને આરોપી સોહિલભાઇ અનવરભાઇ પઠાણ (રહે. વાવડી રોડ, ગોકુલ પાર્ટી પ્લોટની સામેની શેરી, તા.જી. મોરબી) ને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અને સઘન તપાસ માટે આરોપીનો કબજો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!