
તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્રો કોણ સંભાળશે તે અંગે ચાલી રહેલી લાંબી આતુરતાનો અંત….
તાજેતરમાં યોજાયેલી વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ભારે રસાકસીભરી રહી પુર્ણ થઇ છે, જેમાં કુલ 24 બેઠકો પર રમાયેલા આ રાજકીય જંગમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરીને ભાજપને સત્તા પરથી બેદખલ કરી સ્પષ્ટ બહુમતી સાથે 15 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો, જ્યારે ભાજપના ફાળે 8 અને એક બેઠક અપક્ષના ફાળે ગઇ હતી…

પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની આગેવાનીમાં લખાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોંગ્રેસે 15 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હોવાથી આગામી અઢી વર્ષની ટર્મ માટે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાનું નિશ્ચિત છે. જેમાં આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) માટે અનામત રાખવામાં આવ્યું છે….


સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રમુખ પદના ઉમેદવારનું નામ લગભગ નક્કી કરી લેવામાં આવ્યું છે અને માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. જોકે, આંતરિક જૂથવાદ અને તોડફોડ ન થાય તે માટે પક્ષ દ્વારા ભારે ગુપ્તતા જાળવી તમામ ચુંટાયેલા સભ્યોને ભુર્ગભમાં ઉતારી દેવામાં આવ્યા છે. ગત વખતે ચુંટણી પરિણામો બાદ ભાજપે કરેલ તોડજોડની રણનીતિથી બચવા સાવચેતી દાખવી આ વખતે પરિણામો જાહેર થયા બાદ તુરંત જ કોંગ્રેસે પોતાના તમામ સભ્યોને ખાનગી જગ્યાએ ખસેડી સલામત કરી લીધા હતા….

બીજી તરફ, ભાજપ માત્ર 8 બેઠકો પર સમેટાઈ ગયું હોવા છતાં, ખાનગીમાં વિપક્ષ તરીકે પોતાની રણનીતિ ઘડી રહ્યું છે. હવે 25 મેના રોજ બપોરે 12 વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાનારી આ ચૂંટણી બેઠક પર સહુ કોઈની નજર મંડાયેલી છે….
ઉમેદવાર પત્ર ભરવાની તારીખ : 24/05/2026, રવિવારે
(સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી)
ઉમેદવાર પત્ર ચકાસણી : તા. 24/05/2026, રવિવાર બપોરે 2 વાગ્યે

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



