
ગુજરાત રાજ્ય, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની વાંકાનેર આઇટીઆઇ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT / GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2026 માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે, જેના માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. 14 મેથી શરૂ કરવામાં આવી છે…


વાંકાનેર આઇટીઆઇ ખાતે કાર્યરત ૧). કોપા, ૨). ફેશન ડિઝાઈન, ૩). સુઇંગ ટેકનોલોજી, ૪). કોસ્મેટોલોજી, ૫). વેલ્ડર, ૬). ફિટર, ૭). ઇલેક્ટ્રિશીયન, ૮). એમ.એમ.વી., ૯). વાયરમેન તથા ૧૦). ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક જેવા દસ અલગ અલગ વ્યવસાયિક કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા અરજદારોએ તા. ૨૩ જુન સુધીમાં સ્વયં વેબ સાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરવું અથવા તો વાંકાનેર આઈ.ટી.આઈ ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.
ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે નીચે મુજબના જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. 1). ધો – 8/9/10 ની માર્કશીટ, 2). શાળા છોડયાનું પ્રમાણપત્ર, 3). આધારકાર્ડની ઝેરોક્ષ, 4). જાતી/કેટેગરી પ્રમાણપત્ર ( ST/SC/SEBC/EWS ), 5). રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ, 6). પાસપોર્ટ સાઈઝનો ફોટો. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



