
રાજકોટ રેન્જ આઈજી દ્વારા સમગ્ર રેન્જ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા માફિયાઓ સામે ધોંસ બોલાવવાના આદેશ અનુસંધાને પોલીસ વિભાગ સક્રિય બન્યું છે, ત્યારે વાંકાનેર વિસ્તારમાં પણ છેલ્લા થોડા દિવસથી પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કડક કાર્યવાહી શરૂ કરી હોય, જેના ભાગરૂપે આજે વધુ એક ડમ્પરને ગેરકાયદેસર ખનીજના વહન કરતાં વાંકાનેર તાલુકા પોલીસ ઝડપી પાડ્યું છે….

બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી. વી. પટેલ અને તેમના સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી વગર ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં ડમ્પર નં. GJ-13-AW-6570 અને ખનીજ સહિત કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….






