વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે ગ્રામ પંચાયતના પશુઓના અવેડામાં પાણી ઓછું હોવા બાબતે ભારે હોબાળો મચ્યો હતો. પશુઓને પાણી પીવડાવવા આવેલા શખ્સોએ મહિલા સરપંચના પરિવારજનો સાથે ગાળાગાળી કરી, હાથમાં લાકડીઓ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે….
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા અને ગામના મહિલા સરપંચના દિયર અબ્દુલભાઇ સાવદીભાઈ ખોરજીયા (ઉ.વ. ૪૧)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૦ એપ્રિલના રોજ આરોપી સામતભાઈ ખેંગારભાઈ પોતાના માલઢોર લઈને ગ્રામ પંચાયતના અવેડામાં પાણી પીવડાવવા આવ્યા હોય, ત્યારે અવેડામાં પાણી ઓછું હોવાથી ઉશ્કેરાયેલા સામતભાઈએ અવેડા પાસે રહેતા ફરિયાદીના માતાને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું….


આ દરમિયાન ફરિયાદી અબ્દુલભાઇના પત્નીએ તેમને રોકતા કહ્યું હતું કે, અવેડામાં પાણી ઓછું હોવા બાબતે તમારે જે કંઈ પણ કહેવું હોય તે સરપંચને રૂબરૂ જઈને રજૂઆત કરો, તેમ કહેતા ઉશ્કેરાયેલા તમામ આરોપીઓ એકસંપ થઈને હાથમાં લાકડીઓ લઈને અબ્દુલભાઈના ઘરે ધસી આવી ફરિયાદીના પરિવારજનોને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ બનાવ અંગે અબ્દુલભાઇ ખોરજીયાએ આરોપી ૧. સામતભાઈ ખેંગારભાઈ, ૨. પ્રવીણભાઇ સામતભાઇ, ૩. મહેશભાઇ સામતભાઇ, ૪. લાખાભાઈ ખેંગારભાઇ, ૫. જયપાલભાઇ લાખાભાઇ અને ૬. મહિપાલભાઇ લાખાભાઇ (રહે. બધા દિઘલીયા, તા. વાંકાનેર) સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




