Friday, August 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જોધપર ગામે છોકરા રમવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી મહિલા પર...

    વાંકાનેરના જોધપર ગામે છોકરા રમવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી મહિલા પર ૬ શખ્સોનો હુમલો….

    વાંકાનેર તાલુકાના જોધપર ગામમાં બાળકોના રમવા જેવી નજીવી બાબતે અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને એક મહિલા પર મહિલાઓ સહિત કુલ ૬ ઈસમોએ હુમલો કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં આરોપીઓએ લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી મહિલાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ફરીયાદી ભાવુબેન કિસનભાઈ સોલંકી (ઉ.વ.૩૫) એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). વાલાભાઈ દેવાભાઈ રાઠોડ, ૨). રાહુલ હમીરભાઈ રાઠોડ, ૩). નાગલબેન વાલાભાઈ રાઠોડ, ૪). રેખાબેન રાહુલભાઈ રાઠોડ, ૫). કુંજલબેન વાલાભાઈ રાઠોડ અને ૬). દેવુબેન હમીરભાઈ રાઠોડ (તમામ રહે. જોધપર, તા. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ભાવુબેન અને તેમની દીકરી શિવાનીને અગાઉ ગામમાં જ રહેતા આરોપીઓ સાથે છોકરા રમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી…

    આ બોલાચાલીનો મનમાં ખાર રાખીને તમામ આરોપીઓએ એકસંપ થઈને હથિયારો સાથે ધસી આવી ભાવુબેન પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે મહિલાને આડેધડ ઢોર માર મારીને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!