Thursday, May 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ : ખનીજચોરી કરતા વધુ...

    વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ : ખનીજચોરી કરતા વધુ ચાર ડમ્પર ઝડપાયાં….

    રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના કડક આદેશો બાદ મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પોલીસ સખત એક્શન મોડમાં આવી ગઈ છે. ખનીજ ચોરી ડામવા માટે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસે મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર ખનીજ વહન કરતા ચાર ડમ્પર ઝડપી પાડ્યા છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે…

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ખનીજ નું ગેરકાયદેસર વહન કરતાં ડમ્પર નંબર ૧). GJ-13-AX-0892, ૨). GJ-27-TD-2406, ૩). GJ-03-BY-4694 અને ૪). GJ-11-VV-9618) સહિત કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી..

    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જ હેઠળ આવતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા એમ પાંચ જિલ્લાઓમાં ખનીજ ચોરી અટકાવવા આઈજી દ્વારા ખાસ આદેશો આપવામાં આવ્યા છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગત રાત્રીએ પણ રાજકોટ રેન્જ આઈજીની ટીમે માળીયા પંથકમાં સપાટો બોલાવ્યો હતો. બેક-ટુ-બેક થઈ રહેલી આ મેગા ડ્રાઈવ અને પોલીસની કડક કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!