Monday, May 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં ધમધમતી ખનીજચોરી પર દરોડો, 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત....

    વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં ધમધમતી ખનીજચોરી પર દરોડો, 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત….

    મોરબી જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે, જેમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં ચાલતા કરોડો રૂપિયાના ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી તંત્રએ રૂ. 1.39 કરોડનો તોતિંગ મુદ્દામાલ જપ્ત કર્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એલસીબી તથા એસઓજી ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના થાનગઢનો ગભરૂભાઈ રબારી વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યો છે….

    જેના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લેતા ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખીને વિનયગઢની સીમમાં અચાનક દરોડો પાડતા ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનો અને મશીનરી રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તંત્રએ સ્થળ પરથી એક જે.સી.બી. (JCB) મશીન, ટ્રેક્ટર લોડર તથા છ ડમ્પર સહિત કુલ રૂ. 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા ખનીજ માફીયા ૧). ગભરૂભાઈ નાથાભાઈ રબારી (રહે. તરણેતર, તા. થાનગઢ) અને ૨). વાલાભાઇ ગગજીભાઈ અલગોતર (રહે. જામવાડી, તા. થાનગઢ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!